જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ ખાતે નવનિર્મિત આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર દ્વારા તરસાઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘હેલ્થ ફોર ઓલ’ અને ‘અંત્યોદય’ના ધ્યેયને આગળ વધારવાના સંકલ્પ સાથે આ કેન્દ્રનું નિર્માણ થયું હોવાનું જણાવ્યું હતું. સાંસદ પૂનમબેન માડમે ઉપસ્થિત રહી ગ્રામજનોને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
સરકારના ‘સ્વસ્થ ગુજરાત થી સ્વસ્થ ભારત’ના ધ્યેયને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે આ કેન્દ્રનું નિર્માણ થયું છે. ગ્રામજનોને આ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. વિનુભાઈ ભંડેરી, પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

