Gujarat

ઈન્ડિગો એરલાઈન્સની દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટ રદ

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે આજે સવારે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઈટ રદ થતાં વડોદરાથી દિલ્હી જનાર મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. આ અંગે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો તેઓને ટિકિટ રિફંડ કરવામાં આવશે.

વડોદરાથી દિલ્હી જતા મુસાફરોને પણ મુશ્કેલી થઈ શકે આજે દિલ્હીથી વડોદરા આવનાર ફ્લાઇટ્સમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E5066/6662 ખરાબ હવામાનના કારણે રદ કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ્સ દિલ્હીથી ઉડાન ભરી શકી નહીં, જેના કારણે વડોદરાથી દિલ્હી જતા મુસાફરો માટે મુશ્કેલી વધી છે. જો કે, તેઓ માટે અન્ય ફ્લાઇટમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.

‘મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપશે’ એરલાઇન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ફ્લાઇટમાં આવનાર અને જનાર મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ સાથે દિલ્હી જનાર મુસાફરોને અન્ય વડોદરા કે અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટમાં મોકલવામાં આવશે. જે મુસાફરોને રિફંડ મેળવવું હશે, તેઓને સંપૂર્ણ રિફંડ આપશે.