રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે અને હવે સાણંદ-ધોલેરામાં ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્કના નિર્માણનો માર્ગ મોકળો થયો છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે મહત્વપૂર્ણ સ્ર્ંેં સાઇન કરવામાં આવ્યો હતો. આ અવસરે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કરાર હેઠળ સાણંદ-ધોલેરા વિસ્તારમાં ઈન્ડો-તાઈવાન ઈન્ડસ્ટ્રિયલ પાર્ક વિકસાવવામાં આવશે, જ્યાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહન (ઈફ), રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈન ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને તાઈવાનની કંપનીઓ દ્વારા રૂ. ૧૦૦૦ કરોડથી વધુના ડાયરેક્ટ વિદેશી મૂડીરોકાણ (હ્લડ્ઢૈં)નું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
આ સાથે આગામી પાંચ વર્ષમાં આશરે ૧૨,૦૦૦ લોકોને સીધી રોજગારી મળવાની શક્યતા છે. રાજ્યમાં હાલ ૧.૨૪ લાખ કરોડથી વધુના સેમિકન્ડક્ટર સંબંધિત પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે, ત્યારે આ નવી પહેલ ગુજરાતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રોજેક્ટથી ગુજરાત અને તાઈવાન વચ્ચેનો ઉદ્યોગિક સહયોગ વધુ મજબૂત બનશે અને રાજ્યમાં આધુનિક ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસશે, જેનાથી રોકાણકારોને આકર્ષણ વધશે અને સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે.

