રાજકોટમાંથી ફરી એક વખત 46.20 લાખની સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોને શહેર SOG પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદના બે શખ્સો વ્હેલ માછલીની ઉલ્ટી અમદાવાદના જ આરીફ નામના શખ્સ પાસેથી લઇ અને એસટી બસ મારફત રાજકોટ વેચાણ અર્થે આવ્યા હતા અને અહીંયા ગ્રાહકની શોધમાં રહી આ એમ્બરગ્રિસનો જથ્થો વેચે તે પહેલા જ રાત્રીના સમયે શહેર SOG પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં બન્ને શખ્સોએ કબૂલાત આપી હતી કે અમદાવાદના આરીફ નામના શખ્સે આ જથ્થો વેચવા માટે આપ્યો હતો અને વેચાણ પર રૂપિયા 10,000 કમિશન આપશે તેવું જણાવ્યું હતું જેથી પોલીસે અમદાવાદના આરીફ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ શહેર SOG દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વહેલ માછલીની ઉલ્ટી સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી પોલીસે રૂપિયા 46.20 લાખની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીના નામ સુમિત શ્રીકાંત ધુમલ (ઉ.વ.37) અને મયુર મહેન્દ્રભાઈ ભાવસાર (ઉ.વ.19) છે જે મૂળ અમદાવાદના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પકડાયેલ આરોપી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) અમદાવાદના આરીફ નામના શખ્સ પાસેથી લઇ વેચાણ માટે એસટી બસ મારફત રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં ગ્રાહકોની શોધખોળ કરે તે પહેલા ચોક્કસ બાતમીના આધારે SOG દ્વારા બન્ને આરોપીઓને એમ્બરગ્રીસના 0.462 કિલોગ્રામ જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે જેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

