રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે શનિવારે ધરમપુર માલનપાડા ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાજપના કાર્યકરોને માર્ગદર્શન આપશે. શુક્રવારે વંદે ભારત ટ્રેનમાં નાણામંત્રી અને પ્રદેશ અધ્યક્ષ વલસાડ પહોંચ્યા હતાં.સૌ પ્રથમ પારડી સ્વાધ્યાય મંડળની મુલાકાત લીધી હતી.
શનિવારે ધરમપુર માલનપાડાના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ હાજર રહેશે.ચૂંટણી પહેલા પ્રદેશ અધ્યક્ષની જિલ્લામાં પ્રવાસથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સુકતા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા 178-ધરમપુર વિધાનસભામા બુથ સમિતિ સંમેલનને શનિવારે સવારે 9 કલાકે સંબોધન કરશે. જેમાં ધરમપુર વિધાનસભામાં આવતા બુથ સમિતિના સભ્યો તેમજ બુથ સમિતિથી ઉપરના, સંગઠનના,મોરચાના હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખ સભ્યો,સરપંચો તેમજ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેશે.
શુક્રવારે વંદેભારત ટ્રેનમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી,ગુજરાત સરકારના નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અમદાવાદથી વલસાડ જિલ્લા માટે આગમન કર્યુ હતું.

