ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જામનગર, આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા, જામનગર ખાતે 7 અને 8 માર્ચ 2026ના રોજ આયુરસવાદોત્સવ 2026 એક આયુર્વેદ આહાર-વાનગીને લગતો એક્સપો જામનગરની જનતા માટે ખુલ્લો મુકાયો છે. જેમાં 52 સ્ટોલ ઉપર 150 પ્રકારની વિવિધ વાનગીઓ લોકોમાં આકર્ષણ જણાવી રહી છે.
ધન્વંતરિ મેદાન ખાતે તા.7 માર્ચના રોજ ITRA સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ ૫ નવતનપુરી ધામના કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ કૃષ્ણમણીજી મહારાજના હસ્તે થયું હતું.
અન્ય મહાનુભાવોમાં ભારત સરકારના ચીફ કન્ટ્રોલર ઓફ એકાઉન્ટ, આરોગ્ય પરિવાર કલ્યાણના શ્રીમતી જસપાલ કૌર, ડૉ . જોગીન જોશી, ગુલાબકુંવરબા સોસાયટીના કીર્તિભાઈ ફોફરીયા, WHO GTMCના ટેકનિકલ ઑફિસર ડૉ. વિનયકુમાર ઉપસ્થિત રહ્યાં હતા.
આઈ. ટી. આર. એ. ના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી જણાવે છે કે ITRA ફાર્મસી શિક્ષણ વિભાગને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે આ એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આયુર્વેદના સિધ્ધાંતોને આધારે વિવિધ પ્રકારના ખાનપાનના વ્યંજનોનો લાભ મેળવી શકાશે સાથો સાથ ફાર્મસીના હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આયુર્વેદ આધાર પર ઉત્પાદિત હર્બલ અને કોસ્મેટિક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ: વેચાણ પણ ઉપલબ્ધ છે.
30 હજાર ફૂટ જગ્યામાં વિશાળ એ. સી. ડોમ અને 32 પેગોડા (તંબુ)માં યોજાનાર આ આયુર્વેદ એક્સપોમાં 52 જેટલા સ્ટોલ છે, 150 પ્રકારની વિવિધ વાનગીઓ લોકોને સ્વાદ સ્વાસ્થ્યની દિવાનગી જગાવી રહી છે.

