કલોલ શહેર પોલીસે વિષ્ણુ સિનેમા પાછળ પ્રજાપતિ વાસમાંથી જુગાર રમતા ચાર ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹18,200/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. કલોલ ટાવરચોક પાસે વિષ્ણુ સિનેમા પાછળ આવેલા પ્રજાપતિ વાસમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો હતો પકડાયેલા જુગારીઓમાં સબ્બીર સૈયદ, આરીફ મલેક, સમીરખાન પઠાણ અને જાફરનબી ગુલામનબી સૈયદનો સમાવેશ થાય છે. પોલીસે જુગાર ધારા કલમ-12 હેઠળ આ ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

