Gujarat

કેસૂડાના જળથી શ્રી સ્વામિનારાયણ ભગવાન પર છંટકાવ કરાયો

મણિનગર સ્થિત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ખાતે ફૂલદોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ અવસરે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશેષ શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. ભક્તો દ્વારા ભગવાન પર કેસૂડાના જળનો છંટકાવ પણ કરાયો હતો.

ઉત્સવ દરમિયાન નંદપદવીના સંતો દ્વારા રચિત કીર્તનોનું ગાન કરવામાં આવ્યું હતું અને ઓચ્છવ યોજાયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભક્તોને ધાણી, ખજૂર અને ચણાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફૂલદોલોત્સવ અને રંગોત્સવના મહત્વ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, “ફૂલદોલોત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અત્યંત પ્રિય ઉત્સવ હતો. ભગવાન દર વર્ષે ધોરાજી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર અને વડતાલ જેવા વિવિધ સ્થળોએ આ ઉત્સવ ઉજવતા હતા.”