Gujarat

કોરિયન એરફોર્સના વિમાનો જામનગરમાં ઉતર્યા

કોરિયા રિપબ્લિક એરફોર્સની એક ટુકડીએ જામનગર એરફોર્સ સ્ટેશન પર ટૂંકા રોકાણ માટે ઉતરાણ કર્યું હતું. આ ટુકડી સાઉદી અરેબિયામાં 31 જાન્યુઆરીથી 01 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાનાર વર્લ્ડ ડિફેન્સ શોમાં ભાગ લેવા જઈ રહી હતી.

આ ટુકડીમાં બ્લેક ઇગલ્સ એરોબેટિક ટીમના નવ T-50B વિમાન અને એક C-130 ટ્રાન્સપોર્ટ વિમાનનો સમાવેશ થાય છે. આ વિમાનોએ જામનગર એરફોર્સ રનવે પર લેન્ડિંગ કર્યું હતું. જામનગર એરફોર્સ દ્વારા કોરિયન ટુકડીને લેન્ડિંગ અને ટેકનિકલ સુવિધાઓ માટે પરવાનગી આપવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ તેમને જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો.

આ ઉપરાંત, જામનગર એરપોર્ટ ખાતે કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેથી તેમનું ટ્રાન્ઝિટ સરળ બની શકે. ટૂંકા રોકાણ બાદ તેમને સલામત ઉડાન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.