ભાવનગર એલ.સી.બી. (LCB) પોલીસની ટીમે શહેરના ઘોઘારોડ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરમાં જુગાર રમતા 6 શખસો રંગેહાથ ઝડપાયા ભાવનગર એલ.સી.બી. પોલીસનો સ્ટાફ સિટી વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘારોડ પર આવેલા શીતળામાતા મંદિર સામે, ચાઈનાનગર વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં લાઈટના અજવાળે ગંજીપતા વડે જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત રેઇડ કરી જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

ઝડપાયેલા જુગારીઓના નામ પોલીસ તપાસમાં પકડાયેલા શખસોની ઓળખ નીચે મુજબ થઈ છે:
- કાંતિ અમરાભાઈ ડાભી (ઉં.વ. 48, રહે. મફતનગર, ભાવનગર)
- જીતું ભાયલાલભાઈ મકવાણા (ઉં.વ. 42, રહે. મફતનગર, ભાવનગર)
- દેવજી જેશીંગભાઈ ડગળા (ઉં.વ. 50, રહે. રાજકોટ)
- સરજુ સુરેશભાઈ ઘટાડ (ઉં.વ. 35, રહે. ઘોઘારોડ, ભાવનગર)
- જીવરાજ ભનાભાઈ ગોહેલ (ઉં.વ. 42, રહે. ઘોઘારોડ, ભાવનગર)
- ભાવેશ સાભાભાઈ કંટારીયા (ઉં.વ. 34, રહે. આવાસ યોજના, ખારશી, ભાવનગર)

