ભુજ શહેર વિસ્તારમાં જુગારની બદ્દી દિન પ્રતિદિન વધતી રહે છે જેને ડામવા પોલીસતંત્ર પણ સતત વ્યસ્ત રહે છે. દરમ્યાન ગત રાત્રે પશ્ચિમ કચ્છ LCB ને મોટી સફળતા મળી છે. લેબની મળેલી બાતમી ના આધારે માધાપરની સાત જોટા બજારની પાછળ,નવાવાસ, માધાપર ખાતે રહેતા ચંદ્રસિંહ બાલુભા જાડેજાના રહેણાકના મકાનના ઉપરના માળે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં શકુની શિષ્યો ગંજીપાના વડે તીન પત્તીની હારજીતનો જુગાર રમી રહ્યા હતા.
તપાસ કરતા માહિતી મળેલ હતી કે, ચંદ્રસિંહ બાલુભા જાડેજા તેના મકાનના રૂમમાં બહાર થી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાના વડે તીન પતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. LCB એ તુરંત વર્કઆઉટ કરી આરોપીઓ પાસેથી રોકડ રકમ, કાર, મોબેલફોન મળી કુલ રૂપિયા ₹ 16,67,600 ના મુદ્દામાલ સહિત સાત ની અટકાયત કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ માધાપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ અન્ય બે આરોપીઓ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પકડાયેલ આરોપીઓ
દિલીપસિંહ મેરામણજી જાડેજા ઉ.વ.૪૦ રહે.નરનારાપણ નગર, જુનાવાસ માધાપર તા.ભુજ – પંકજ બાબુભાઇ આહીર ઉ.વ.૪૨ રહે.દાતારપીર સોસાયટી, કુકમા તા.ભુજ – કાંતીલાલ વેલજી ઠક્કર ઉ.વ.૬૦ રહે.સુરક્ષા સોસાયટી, જુનાવાસ, માધાપર તા.ભુજ – અશ્વિન ઉર્ફે પપ્પુ અનીલભાઇ ઠક્કર ઉ.વ.૪૦ રહે. સ્વામીના રાપણ નગર, જુનાવાસ, માધાપર તા. ભુજ – તેજસ શાંતીલાલ રાઠોડ ઉ.વ.૫૫ રહે.મૈત્રી પાર્ક, જુનાવાસ, માધાપર તા.ભુજ – નરસિહ ગોપાલભાઇ જાટીયા ઉ.વ.૪૯ રહે. મમુઆરા તા.ભુજ – નવલસિંહ હઠુભા વાઘેલા ઉ.વ.૪૫ રહે. વર્ધમાન નગર, માધાપર તા.ભુજ

