Gujarat

કાળુભારોડ પર બંગલો ભાડે રાખી ચાલતા દારૂના નેટવર્કનો પર્દાફાશ

ભાવનગર શહેરના કાળુભા રોડ જેવા પોશ વિસ્તારમાં ભાડે રાખેલા બંગલામાં એલસીબીએ (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે.

ભાડાના બંગલામાં ચાલતું હતું ગોડાઉન બાતમીના આધારે એલસીબીએ નાનભાવાડી, કાળુભા રોડ પર આવેલા પ્લોટ નંબર 11/13/બી ના મકાનમાં રેઇડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુખ્ય આરોપી હરેશ ઉર્ફે ભયલુ બારૈયાએ આ બંગલો માસિક ₹28,000ના ભાડે રાખ્યો હતો. આ મકાનનો ઉપયોગ દારૂનો જથ્થો ઉતારવા અને ત્યાંથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડિલિવરી કરવા માટે કરવામાં આવતો હતો.

ઝડપાયેલો મુદ્દામાલ પોલીસે રેઇડ દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

વિદેશી દારૂ: 3744 બોટલ (કિંમત ₹10,74,816)