Gujarat

કરોડોના શિષ્યવૃત્તિ કૌભાંડમાં મોટી કાર્યવાહી

​જૂનાગઢ શહેરના બહુચર્ચિત અને કરોડો રૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જૂનાગઢ SOGની ટીમે આ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસની ધરપકડથી બચવા માટે નાસતા ફરતા આરોપી વિપુલ વાલજી જેઠવાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ફરાર આરોપીઓને પકડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ આદેશ અન્વયે એસ.ઓ.જી. પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ હતી.

બાતમીના આધારે SOGની ટીમે તુરંત ઓપરેશન હાથ ધરી ​આ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.જેમાં આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 409, 406, 465, 468, 471 અને 120(બી) હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ આર.કે. પરમાર ચલાવી રહ્યા હતા. તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે, આ કૌભાંડમાં સંડોવાયેલ આરોપી વિપુલ વાલજી જેઠવા, જે મૂળ માળીયા હાટીના તાલુકાના બુધેચા ગામનો રહેવાસી છે અને ખાનગી નોકરી કરે છે, તે પોતાના ગામ બુધેચા ખાતે હાજર છે. બાતમીના આધારે SOGની ટીમે તુરંત ઓપરેશન હાથ ધરી આરોપીને તેના ગામમાંથી ઝડપી લીધો હતો.

વિદ્યાર્થીઓના હકની 4 કરોડથી વધુની રકમ ચાઉં કરી હતી ​ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ ખૂબ જ મોટું અને ચોંકાવનારું છે. અગાઉ 17 સપ્ટેમ્બર, 2025ના રોજ પણ આ જ મામલે SOG દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિમાં અંદાજે 4.60 કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જૂનાગઢમાં કુલ 15 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોએ ભેગા મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું.

વર્ષ 2014 થી 2016 દરમિયાન આ સંસ્થાઓએ પોતાની સંસ્થાના બેનર હેઠળ ખોટા વિદ્યાર્થીઓના નામે નકલી દસ્તાવેજો ઉભા કર્યા હતા અને અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાંથી કરોડોની રકમ મેળવી લીધી હતી. આ સંચાલકોએ સરકારને અંધારામાં રાખી વિદ્યાર્થીઓના હકની 4,60,38,550 રૂપિયાની રકમ ચાઉં કરી દીધી હતી.