સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું બ્યુગલ વાગવાની તૈયારીમાં છે ત્યારે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા અચાનક લોકપ્રશ્નોના ઉકેલ માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. અત્યાર સુધી જનતાની સમસ્યાઓથી અજાણ જણાતા સાંસદ આજે અચાનક બારડોલીની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સક્રિય થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
બારડોલીની સરભોણ ચોકડી પર કલાકો સુધી સર્જાતા ટ્રાફિક જામનો ઉકેલ લાવવા સાંસદ દ્વારા હાઇવે ઓથોરીટીના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ચોકડીના સર્કલના રી-ડેવલપમેન્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સાંસદે સ્પષ્ટ સૂચના આપી હતી કે રોડના કિનારે આવેલી દુકાનોએ ફરજિયાત વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. જો દુકાનદારો નિયમોનું ઉલ્લંઘન કરશે, તો ટાઉન પોલીસને તેમને દંડ ફટકારવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે.

