જામનગર શહેરના લાખોટા તળાવમાં લાવતી કેનાલ પરની સ્લેબ બેસી જતાં નવો સ્લેબ ભરવામાં આવ્યાના મહિનાઓમાં જ ઉપરથી સીમેન્ટ-ક્રોક્રિંટ ઉખડવા લાગતા ફરી રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના પવનચક્કીથી લાખોટા તળાવમાં પાણી લાવતી કેનાલના ન્યુ સ્કુલથી લાખોટા તળાવ સુધીની કેનાલ ઉપરનો સ્લેબ બેસી જતાં ગત ચોમાસામાં કામગીરી કરવામાં આવી હતી.
કેનાલની બન્ને બાજુની દિવાલનું ચણતર કરીને ઉપર નવી સ્લેબ ભરવામાં આવી હતી. જેને હજુ સાતેક માસ જેટલો જ સમય થયો છે. આ દરમિયાન નવી ભરાયેલી સ્લેબ ઉપરની સીમેન્ટ ક્રોકીંટ ઉખડવા લાગી હતી. જેથી ફરી તેની કામગીરી કરવામાં આવી રહી છે અને સીમેન્ટ ક્રોકીંટ કરવામાં આવે છે.
જો નવી સ્લેબ ભરાઈ ત્યારે જ મજબુત કામગીરી કરવામાં આવી હોત તો, જે સ્લેબ મજબુત બની હોત. પરંતુ આ સ્લેમબનું નબળું કામ થયું હોય તેમ થોડા જ મહિનાઓમાં તેના પરથી કાંગળાઓ ઉડવા લાગ્યા છે, વાહનો વ્હીલમાંથી ઉડતા વેપારીઓને મુશ્કેલી પડી રહી છે.

