હિન્દુ ચેતના, સનાતન સંસ્કૃતિને પોંખવા માટે અને આસ્થાની અખંડ જાગૃતિ માટે કર્ણાવતી મહાનગર ના નારણપુરા વિસ્તાર ના અંકુર અને આદર્શ નગર વસ્તી આયોજિત વિરાટ હિન્દુ સંમેલન અને ભવ્ય લોકડાયરા ના કાર્યક્રમ ભવ્યાતિભવ્ય સાથોસાથ ગરિમામય વાતાવરણ માં સંપન્ન થયો.
કાર્યક્રમની શરૂઆત શ્રી શ્રેયાંશ શાહ દ્વારા ગુંજતા “ભારત માતા કી જય” તથા “જય શ્રી રામ”ના બુલંદ જયઘોષ સાથે કરવામાં આવી. તેમના આ ઓજસ્વી નારાઓથી સમગ્ર પ્રાંગણ દેશભક્તિ અને સનાતન ચેતનાથી ગુંજી ઉઠ્યું અને વિરાટ હિન્દુ સંમેલન માટે ઊર્જાસભર તથા પ્રેરણાદાયક માહોલ સર્જાયો. આ જયઘોષ સાથે કાર્યક્રમનો ઔપચારિક પ્રારંભ થયો.
કાર્યક્રમ આપણી સનાતની હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા ભવ્ય લોકડાયરાની ઉપસ્થિત સનાતની હિન્દુઓએ મોજ માણી. લોકડાયરા ના કલાકાર શ્રી હિમાંશુભાઇ ચૌહાણ, ભાવનાબેન તેમજ શ્રી ભગીરથસિંહ ને સૌ એ મોજ લૂંટી.તદુપરાંત સંકટ મોચન હનુમાનજી બાપા ની હનુમાન ચાલીસા નું પહાડી સ્વર સાથે ઉપસ્થિત લોકો પણ જોડાયા તે સુભગ સમન્વય જોવા મળ્યો.

કાર્યક્રમ નો પ્રારંભ ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. નીરજાબેન ગુપ્તા , સાધના સાપ્તાહિક ના લેખક શ્રી ડૉ. મહેશભાઈ ચૌહાણ, શ્રી જીગ્નેશભાઈ શાહ તેમજ મનનભાઈ ના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું. સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી. મંચ પર ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક અને શાલ, મોમેન્ટો, પુષ્પગુચ્છ થી સ્વાગત થયું

વિરાટ હિન્દુ સંમેલનમાં વિસ્તાર ના ખ્યાતનામ ડૉ. કૃષ્ણકાંત પટેલ , સફાઈ કર્મચારી શ્રી દિનેશભાઈ સોલંકી તેમજ ચંપાબેન વાઘેલા અને પરિવાર ના સભ્યો, વિશિષ્ટ વ્યક્તિ તરીકે ઇલાબેન, દિવ્યાંગ ગીતાબેન રાવ અને તેમના બહેન ડિમ્પલબેન રાવ , નાની ઉંમરમાં એર પાઇલોટ ની ફરજ બજાવનાર બંસરીબેન શાહ નું સન્માન કરી સામાજિક સમરસતા નું પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત થયેલ જેને ઉપસ્થિત સૌ સનાતનીહિન્દુઓએ તાળીઓ ના ગડગડાટ થી વધાવેલ.

સૌ પ્રથમ ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ ડો. નીરજાબેન ગુપ્તા એ તેણીની આગવી છટામાં વિરાટ હિંદુ સંમેલનને સંબોધન કર્યું. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતા પર સમજણ આપી. સંયુક્ત કુટુંબ ની ભાવના પર ભાર મૂક્યો. સનાતનીઓ વાસુદેવ કુટુમ્બકમ ની ભાવનાની વિસ્તૃત સમજણ આપી. હિન્દુ મંદિરોમાં આવતા દાનના પ્રવાહથી ભૂખ્યા લોકોને ભોજન મળી રહે તે આપણી ભારતીય સંસ્કૃતિ નો વારસો છે તેની વાત સમજાવી.

ખાસતો હિન્દુઓ જે વાત નથી જાણતા તે અંગે 1803 માં 15 વર્ષ ના રાજા રણજીતે શેરશાહ હરાવી સોમનાથ તેમજ જગન્નાથ ના મંદિર માં કોહીનૂર પરત અપાવ્યા તે ઐતિહાસિક વાત થી સૌને વાકેફ કર્યા. ગુરુગોવિંદસિંહની ભવિષ્ય ની સમજણ આપતા પાણીમાં નાખવામાં આવતા તાંબા પિત્તળ થી લોકો દીર્ઘાયુષ અને આરોગ્યમય જીવન જીવી શકે તે વિજ્ઞાન ના સિધ્ધાંત અંગેની જાણકારી આપી.

સનાતની હિંદુઓને ધર્મ, જાતિ, ભાષા વિગેરે થી વિઘટિત કરવાના પ્રયાસો છતાં હિન્દુ સશક્ત છે તેવું મંતવ્ય રજૂ કર્યું. કથા એક હોય પરંતુ કથાકાર અનેક હોય તો સમજાવવાની રીત અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. ભારત ને માતા તરીકે પૂજતો દેશ હોય તો તે માત્ર ભારત જ છે. હિન્દુઓમાં અલગ અલગ ધર્મ હોવા છતાં જ્ઞાન ગ્રંથ નું અનેરા મહત્વ ની વાત થઈ. સમય ની માંગ સાથે પોતાના બાળક ને યોગ્ય સંસ્કારો આપવાની પ્રાથમિક ફરજ માં-બાપ હોય તે પણ જરૂરી છે. હિન્દુઓ માટે Unity is Strength ની વાત સમજાવી. અંતમાં મંત્ર, તંત્ર અને યંત્ર જ નવભારતનું સર્જન કરી શકશે સાથેજ કહ્યુકે કાશ્મીર હમારા થા, કાશ્મીર હમારા હૈ ઔર કાશ્મીર હમારા રહેંગા તે વાતથી સૌએ બુલંદ જયકારા નાદ થી વાતને વધાવી લીધી.
કાર્યક્રમના મધ્યભાગે દુર્ગાવાહિનીની દીકરીઓ દ્વારા “જય ભવાણી, જય શિવાજી” ના નારા સાથે પ્રસ્તુત કરાયેલ તલવારબાજીનું પ્રદર્શન અત્યંત શૌર્યસભર અને પ્રેરણાદાયક રહ્યું. દીકરીઓનું પ્રદર્શન ખુબ જ શિસ્તબદ્ધ અને ઉત્કૃષ્ટ હતું, જેને સૌએ હર્ષભેર તાળીઓથી વધાવ્યું. આ પ્રદર્શન દરમિયાન હેતલબેન અને રંજનબેન પણ વિશેષ ઉપસ્થિત રહી દીકરીઓને ઉત્સાહ અને માર્ગદર્શન આપતા જોવા મળ્યા. ત તલવારબાજીના દ્રશ્યોએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની વિરતા સૌને યાદ અપાવી.
વિશેષ વક્તા તરીકે ડો. મહેશભાઈ ચૌહાણ દ્વારા ભારત અને ભારતીય સંસ્કૃતિ, અખંડ ભારત અને સનાતન હિન્દુ ધર્મ, સૃષ્ટિ ના સર્જનથી ધર્મ ની શરૂઆત, ભારત અને હિન્દુ સમાજ અમર છે તે બાબત વિગતવાર સમજાવી. તેમણે જણાવ્યુકે સમગ્ર વિશ્વ સનાતન સંસ્કૃતિ નો આદર કરે છે ત્યારે સનાતન ધર્મ થી સમગ્ર વિશ્વ નું કલ્યાણ થવાનું છે તેમાં બેમત નથી તે વાત બેધડક રજૂ કરવામાં આવી.
વધુમાં તેમણે જણાવ્યુકે જ્ઞાન સાથે શક્તિ નો સમન્વય પણ થવો જરૂરી છે. જગત ના નિયમ મુજબ દુર્બળ પર સબળનું વર્ચસ્વ હોય તેથીજ હિન્દુ શક્તિનો સાચો સંચાર થઈ હિન્દુ સંગઠન પર સદ્રષ્ટાંત વાત રજૂ કરી. સંગઠન માટે ભગવાન શ્રી રામે વાનર સેના તેમજ ભગવાનશ્રી કૃષ્ણએ ગોવાળો નું સંગઠન સ્થાપી મહત્વની સિધ્ધિઓ હાંસલ કરેલ તેમ જણાવ્યું.
અંતમાં પંચ તત્વ સામાજિક સમરસતા, કુટુંબ કુળ ની પરંપરા, પર્યાવરણ નું રક્ષણ, નાગરિક કર્તવ્ય અને સ્વનો સાક્ષાત્કાર જેવી વિભાવનાઓ ની વિગતવાર છણાવટ કરેલ. ભારત માતા અને જય જય શ્રી રામ ના જય ઘોષથી તેમનું વક્તવ્ય પૂર્ણ થયેલ.
