આલોકપથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને અહિંસા યુવા સંગઠન દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું ભવ્ય આયોજન તારીખ 11-01-2026, રવિવાર ના રોજ સવારે 8 થી બપોરે 1 કલાક સુધી જીન ગ્રાઉન્ડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે.
આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ સમાજમાં માનવતાની ભાવના મજબૂત બનાવવાનો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે. અહિંસા અને જીવદયા ના સંદેશ સાથે આયોજિત આ કેમ્પમાં શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આયોજક સંસ્થાઓ દ્વારા તમામ યુવા મિત્રો, સામાજિક સંસ્થાઓ તથા નાગરિકોને આ પાવન કાર્યમાં ભાગ લઈને રક્તદાન કરી જીવ બચાવવાની અપીલ કરવામાં આવી છે.
રજિસ્ટ્રેશન માટે સંપર્ક:
શશાંક ગાંધી – 95583 24444
કુશાલ મહેતા – 92283 30003
ગુજ્જન સંઘવી – 94081 10762

