Gujarat

પંચમહાલ SOG પોલીસે પ્રોહિબિશન ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

પંચમહાલ જીલ્લા પોલીસને વધુ એક સફળતા પ્રાપ્ત થઇ છે જેમાં, લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ર્જીંય્ પોલીસને મોટી સફળતા મળી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના (પ્રોહિબિશન) ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને વતનમાંથી દબોચી લેવામાં આવ્યો છે.

પંચમહાલ-ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અમલીકરણ માટે SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા.