Gujarat

મુસાફરોને મોટો લાભ મળશે :છઝ્ર કોચમાં રૂ.૪૦૦, સ્લીપરમાં રૂ.૧૫૦ સુધી ભાડામાં ઘટાડો થયો

રેલવેએ અસારવા–આગ્રા કેન્ટ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેન હવે રેગ્યુલર ટ્રેન તરીકે દોડશે. હાલ સુધી ટ્રેન નં.૦૧૯૧૯/૦૧૯૨૦ તરીકે દોડતી ટ્રેન હવે નવા નંબર ૨૦૧૭૭/૨૦૧૭૮ સાથે સુપરફાસ્ટ તરીકે દોડાવાશે. ૯ એપ્રિલથી આ ટ્રેન રેગ્યુલર થતાં એસી કોચમાં રૂ.૧૫૦થી ૪૦૦ અને સ્લીપરમાં રૂ.૫૦થી ૧૫૦ સુધી ભાડામાં ઘટાડો થશે. સ્પેશિયલ ટ્રેનમાં ૧૦થી ૩૦ ટકા વધુ ભાડું વસૂલાતું હતું.

બપોરે ૩ વાગ્યે ઊપડશે

ટ્રેન નં.૨૦૧૭૭ અસારવાથી મંગળ અને બુધ સિવાય રોજ બપોરે ૩ વાગે ઉપડી બીજે દિવસે સવારે ૭.૧૫ વાગે આગ્રા કેન્ટ પહોંચશે.

હિંમતનગર, શામળાજી, ડુંગરપુર, ઉદયપુર, ચંદેરિયા, મંડલગઢ, બૂંદી, સવાઈ માધોપુર અને ગંગાપુર જેવાં ૧૪ સ્ટેશન પર થોભશે, જેથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના મુસાફરોને સીધો લાભ મળશે.