કચ્છના નખત્રાણામાં વથાણ માર્ગે એક રાહદારી યુવકનું ટ્રકની અડફેટે મૃત્યુ થયું છે. સાંજે બનેલી આ ઘટનામાં નાના નખત્રાણાના 32 વર્ષીય હિરા બુધા રબારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત નગરમાંથી પસાર થતા ભુજ-લખપત હાઈવે પર થયો હતો, જ્યાં જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત છે.
માર્ગની બંને તરફ છૂટક ધંધાર્થીઓ અને વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જે આવા અકસ્માતો માટે કારણભૂત હોવાનું મનાય છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસને ટ્રાફિક નિયંત્રણની કડક અમલવારી કરવા માટે માંગ કરવામાં આવી છે.

