જામનગર મહાનગરપાલિકાના વોર્ડનં-6ના જુદા જુદા વિસ્તારોના 289 ગેરકાયદે દબાણો હટાવવા રેલવે તંત્રએ આપેલી નોટિસથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. મ્યુ.તંત્રની બિલ્ડીંગે લોકોનું ટોળું ગતરાત્રિના ધસી આવ્યા બાદ શુક્રવારે સવારે મચાવેલા હલ્લાબોલથી પોલીસે 17ની અટકાયત કરી છે. બોર્ડની પરીક્ષા નજીકમાં હોવાથી 7 દિવસના બદલે 90 દિવસનો સમય આપવા માટે મૌખિક રજુઆત કરવામાં આવી હતી.
જામનગર-કાનાલુસ ડબલ ટ્રેકની કામગીરી ચાલી રહી છે. જેથી વોર્ડનં-6માં આવતા દિગ્જામ સર્કલ, હનુમાન ટેકરી, બાવરીવાસ સહિતના વિસ્તારના રેલ્વેલાઈન પાસે કાચા-પાકા મકાન, ઝુંપડા બાંધીને દબાણ કરીને વસવાટ કરે છે. જેથી રેલ્વેની ડબલ ટ્રેકની કામગીરીને લઈને તે વિસ્તારમાં 289 દબાણ કર્તાઓને 7 દિવસમાં જગ્યા ખાલી કરવા નોટીસ આપતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. જેના પગલે ગુરૂવારે રાત્રિના દશેક વાગ્યે મહાનગરપાલિકાની બિલ્ડીંગે લોકોનું ટોળુ ધસી આવ્યું હતું અને સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ પહોંચી ગઈ હતી અને સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો.
જે બાદ આજે સવારે વિપક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાનીમાં 200 જેટલા લોકોનું ટોળુ રેલી સ્વરૂપે મ્યુ.તંત્ર ખાતે પહોંચ્યું હતું. હલ્લાબોલ કરવામાં આવતા પોલીસના ધાડા ઉતરી ગયા હતા. એલસીબી પીઆઈ વી.એમ.લગારીયા, સીટી એ ડિવિઝનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા સહિતના પહોંચી ગયા હતા.
મામલો ઉગ્ર બનતા કોર્પોરેટ સહિત 17 જેટલાની અટકાયત કરવામાં આવી હતી. તેમ છતાં લોકોમાં અસંતોષ ફેલાયો હોવાથી પોલીસ ગાડીમાં બેસાડીને મ્યુ.તંત્રની ઓફીસે લાવી હતી. મ્યુ.તંત્રએ લોકોને સાંભળ્યા હતા. જેમાં ધો-10 અને 12ની પરીક્ષા નજીકમાં જ છે, ત્યારે જે મકાનો હટાવવા આપેલા નોટિસ પાઠવી છે તેમાંથી અનેક પરિવારના બાળકો ધો-10 અને 12માં અભ્યાસ કરે છે.

