રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ નવલનગરમાં રહેતા ચાંદનીબેન મુન્નાભાઇ શર્મા (ઉ.વ.25) નામની પરિણીતાએ ગત તા.26 ફેબ્રુઆરીના રોજ વંદા મારવાનો સ્પ્રે પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું.
બનાવ અંગેની જાણ માલવીયાનગર પોલીસને કરવામાં આવતા પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ચાંદનીબેન અને તેમના પતિ મુકબધરી છે તેઓને સંતાન પ્રાપ્તિ ન થતા વંદા મારવાનો સ્પ્રે પી લેતા તેમને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
હાઇવે પર સાઈડમાં ઉભેલા ટેન્કર પાછળ વાહન અથડાતા પ્રૌઢનું મોત સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ દિનેશભાઈ શિંગાળા (ઉ.વ.55) નામના પ્રૌઢ એકટીવા લઈને 12.45 વાગ્યા આસપાસ પટેલ વિહાર તરફથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવાના રસ્તે જતા હતા.
ત્યારે ઓડીના શોરૂમ પાસે પહોંચતા ટેન્કર નંબર જીજે.12.એડબલ્યુ.1599 રોડની સાઇડમાં પાર્ક કરેલું પડયું હોય તેમાં એકટીવા ઘૂસી જતા પ્રૌઢ રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા જેમાં કોઈએ 108માં જાણ કરતા 108ના EMTએ જોઈ તપાસી પ્રૌઢને મૃત જાહેર કર્યા હતાં.

