કેન્દ્ર સરકારના ‘રાજ્યો માટેના સ્ટાર્ટઅપ રેન્કિંગ – પાંચમી આવૃત્તિ’ (જાન્યુઆરી 2023 થી નવેમ્બર 2024) માં ગુજરાત રાજ્યએ સતત પાંચમી વખત ‘બેસ્ટ પરફોર્મર’ તરીકેનું સ્થાન જાળવી રાખેલ છે.

આ પ્રોજેક્ટને ઉદ્યોગ કમિશ્નરની કચેરી, ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટમાં અગાઉ ફરજ બજાવતાં હીર ઓફ આહીર એવા શ્રી કૃષ્ણ કાતરીયાની આગેવાનીમાં અમલ અને submit કરવામાં આવેલ. જુલાઈ 2025 થી તેઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગર ખાતે “મદદનીશ કમિશ્નર” તરીકે ફરજ બજાવે છે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા ત્રીજી અને ચોથી આવૃત્તિમાં પણ તેમના contribution બદલ તેમને ઉદ્યોગ કમિશ્નર દ્વારા ‘certificate of appreciation’ આપેલ.

ગુજરાત રાજ્યની આ સિદ્ધિમાં સતત ત્રીજી વખત મહત્વપૂર્ણ ફાળો આપવા બદલ, આહીર યુવા ફોરમ, ગાંધીનગર તરફથી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સહ ખૂબ ખૂબ અભિનંદન…!!!

