ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદ દ્વારા આગામી ૯ થી ૧૩ માર્ચ ૨૦૨૬ દરમિયાન “ઁઇન્ વર્કશોપ ઓન કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્તરની વર્કશોપ ખાસ કરીને પીએચ.ડી. ના શરૂઆતના તબક્કાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે.
નેશનલ વર્કશોપના મુખ્ય ઉદ્દેશ્યો અને વિષયો નીચે મુજબ છે:
– આ વર્કશોપ આધુનિક ક્વોન્ટમ કન્ડેન્સ્ડ-મેટર ફિઝિક્સના મુખ્ય ખ્યાલો અને પાયાના સૈદ્ધાંતિક સાધનોનો વ્યાપક પરિચય આપશે.
– આ કાર્યક્રમમાં ટોપોલોજી ઇન નોન-ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ્સ, સેમિક્લાસિકલ ટ્રાન્સપોર્ટ થીયરી, ધ ક્વોન્ટમ હોલ ઇફેક્ટ, ગ્રીન્સ ફંક્શન્સ અને મેની-બોડી ફિઝિક્સ તેમજ સુપરકન્ડક્ટિવિટીની થીયરી જેવા મહત્વના વિષયો આવરી લેવામાં આવશે.
– આ લેક્ચર્સ અને ટ્યુટોરિયલ્સ ભારતની અગ્રણી સંશોધન સંસ્થાઓના પ્રખ્યાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
સમગ્ર ભારતની વિવિધ સંસ્થાઓમાંથી ૫૦ થી વધુ પ્રતિભાગીઓ આ ઇવેન્ટમાં જાેડાશે તેવી અપેક્ષા છે. વિદ્યાર્થીઓને તેમના સંશોધન કાર્યને ‘ફ્લેશ ટૉક‘ દ્વારા રજૂ કરવાની તક મળશે, જેનાથી યુવા સંશોધકો વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન વધશે.

