આ વર્ષના અંત સુધીમાં કે 2027ની શરૂઆતમાં મેટ્રો દોડતી થઈ જશે. GMRCએ લોન્ચિંગની તૈયારી પણ શરૂ કરી દીધી છે.
અધિકારીઓએ મેટ્રોના ભાડા અને ટ્રેનની ફ્રિક્વન્સી પર વિચાર-વિમર્શ શરૂ કર્યો છે. પ્રારંભિક દરખાસ્ત મુજબ લઘુતમ ભાડું ₹10 નક્કી કરાયું છે, જ્યારે મહત્તમ ₹40 જેટલું રહેશે. દર 4થી 8 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે.
પિક અવર્સ દરમિયાન મુસાફરોનો ટ્રાફિક વધતાં ટ્રેનોની ફ્રિક્વન્સી પણ વધારાશે. કુલ 40.35 કિમીના રૂટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.
ડ્રીમ સિટીથી કાદરશા નાળ સુધીના 9 ક્મીના કોરિડોર પર સિવિલ વર્ક 93 ટકા થઈ ગયું છે. નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રાયલ રન હાથ ધરશે.
આ પહેલાં ભાડાં નક્કી કરવા ચર્ચા ચાલી રહી છે અને એક પ્રસ્તાવ તૈયાર કરાયો છે. મેટ્રો ભાડા સ્લેબ પર અંતિમ નિર્ણય GMRC બોર્ડ અને રાજ્ય સરકારના સ્તરેથી લેવામાં આવશે.
મેટ્રોનું CBTC (કોમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલ) સિસ્ટમથી સુરક્ષિત અને સરળ સંચાલન કરાશે. ડિજિટલ ટિકિટિંગ માટે QR કોડ અને NFC જેવી ટેકનોલોજીનો પણ વિચાર કરાઈ રહ્યો છે.

