ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અમિત શાહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ટ્રેડ ડિલ મુદ્દે ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વ ખોટું બોલીને ગેરમાર્ગે દોરે છે. પાર્લામેન્ટમાં કોંગ્રેસના શહેજાદા રાહુલ ગાંધી ખેડૂતોની વાત કરે છે. હું તેમને કહેવા માગું છું કે, તમે ખેડૂતોનું કેટલું અનાજ ખરીદ્યું હતું. ૧૦ વર્ષ યુપીએ સરકારના અને ૧૦ વર્ષ નરેન્દ્ર મોદી સરકારના. અમે તમારા કરતા ૧૫ ગણું વધુ અનાજ ટેકાના ભાવે વધુ ખરીદ્યું છે. તમારા સમયમાં ખેડૂતોનું બજેટ ૨૬ હજાર કરોડ હતું અને નરેન્દ્ર મોદીના સમયમાં ૧ લાખ ૨૯ હજાર કરોડ કર્યું છે.
તમે એકવાર ખેડૂતોનું દેવું માફ કર્યું પણ નરેન્દ્ર મોદી ૧૦ વર્ષથી દરેક ખેડૂતના ખાતામાં વર્ષે ૬૦૦૦ રૂપિયા આપી લોન ન લેવી પડે એવું કામ કરે છે. એ લોકો કહે છે કે, યુરોપિયન યુનિયન, ઇંગ્લેન્ડ સાથે થયેલા વ્યાપારિક કરારો અને અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલથી મોદીજીએ ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે. હું દેશના ખેડૂતોને કહેવા આવ્યો છું કે, રાહુલ ગાંધી ખોટું બોલે છે, ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. યુરોપિયન યુનિયન, ઇંગ્લેન્ડ સાથે થયેલા વ્યાપારિક કરારો અને અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડિલ આ બન્ને કરારોમાં મોદીજીએ ખેડૂતોને સુરક્ષિત કર્યા છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આ ડેરીની ભૂમિ છે.
રાહુલ ગાંધી તમે ખોટી વાતો ફેલાવો છો કે, મોદીજીએ આ બન્ને ટ્રેડ ડિલ કરી આપણી ડેરીને સમાપ્ત કરી દીધી. અમે તો ડેરી માટે રસ્તો વધારનારા છીએ. બન્ને કરારોમાં ડેરી સેક્ટરને સંપૂર્ણ સુરક્ષા આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. ભારતના માછીમારોની પ્રોડક્ટ અને કૃષિ ઉત્પાદન દુનિયામાં પહોંચાડવાનો રસ્તો પણ ખૂલ્યો છે. હું ફરી એકવાર ખાતરી આપવા માગું છું, તમારા હિતો સાથે નરેન્દ્ર મોદી સમાધાન કરી શકે નહીં, આ અસંભવ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આગળ કહ્યું કે, હવે ગરીબોને સસ્તું અનાજ આપવાની દિશામાં પણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાકાર થઈ રહ્યું છે. જે અંતર્ગત ઝ્રમ્ડ્ઢઝ્ર એટલે કે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પ્રોજેક્ટ અને ‘મેડ ઇન ગુજરાત‘ એવા અન્નપૂર્તિ ગ્રેઈન એટીએમ જેવી આધુનિક સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે.
આ નવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થશે અને વચેટિયાઓનો અંત આવશે, જેનાથી છેવાડાના ગામડા, આકાંક્ષી જિલ્લાઓ અને પછાત વિસ્તારોમાં વસતા નાગરિકોને તેમના હકનું પૂરે-પૂરું અનાજ સીધું અને પારદર્શક રીતે મળી રહેશે. જ્યારે ઝ્રમ્ડ્ઢઝ્ર આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ટેક્નોલોજીના માધ્યમથી લાભાર્થીઓને ડિજિટલ ટોકન દ્વારા સબસિડી, વસ્તુનું વજન અને તેની કિંમતની સચોટ જાણકારી મળશે. આ ડિજિટલ ટ્રેકિંગ અને મોનિટરિંગને કારણે યોજનાના લાભોમાં ૧૦૦ ટકા પારદર્શિતા આવશે અને ‘સેચ્યુરેશન એપ્રોચ‘ એટલે કે દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચવાનો સરકારનો સંકલ્પ ખરા અર્થમાં સાકાર થશે. ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશી જણાવ્યું હતું કે,દેશભરમાં રેશનકાર્ડનું ડિજિટલાઈઝેશન થવાથી ‘વન નેશન, વન રાશન કાર્ડ‘ની સંકલ્પના સાકાર થઈ છે. ઇમ્ૈંની પહેલથી શરૂ થયેલી ડિજિટલ કૂપન દ્વારા લાભાર્થી કોઈપણ સમયે ગ્રેઇન છ્સ્ પર જઈને ઊઇ કોડ સ્કેન કરીને અનાજ મેળવી શકશે. આ સિવાય સાદો ફોન ધરાવતા લાભાર્થીને પણ જીસ્જી થકી ર્ં્ઁ દ્વારા છ્સ્થી અનાજની સુવિધા? આપવામાં આવશે.રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નવી પદ્ધતિ અમલમાં આવતા જ વિતરણ પ્રક્રિયામાં માનવ હસ્તક્ષેપ ઘટશે અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા મદદ મળશે. લાભાર્થીઓને પેકેજિંગ સાથે સચોટ જથ્થો આપવામાં આવશે જેથી એક દાણો પણ ઓછો ન પડે. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ વિરોધ પક્ષોને સંદેશ આપતા કહ્યું કે સાચું રાજકારણ એ છે જે છેવાડાના માણસ સુધી સરકારની યોજનાઓ પહોંચાડે. ગુજરાત ટેકનોલોજી આધારિત પારદર્શિતાના ક્ષેત્રમાં ફરી એકવાર દેશને દિશા બતાવી રહ્યું છે.
મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જાેશી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ ૧ કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન છ્સ્ સુવિધા તેમજ ‘ગરિમા પોષણ – સુપોષિત ગરુડેશ્વર તાલુકો‘ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ હાજર રહેશે. ઝ્રમ્ડ્ઢઝ્ર સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને ડિજિટલ વોલેટમાં ટોકન મળશે અને ઊઇ કોડ અથવા ર્ં્ઁ દ્વારા અનાજ પ્રાપ્ત કરી શકશે. સાથે જ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ‘અન્નપૂર્તિ ગ્રેઇન છ્સ્’ શરૂ થશે, જ્યાં માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો સુધી અનાજ મળશે. રાજ્ય સરકાર દ્ગહ્લજીછ પરિવારોને હવે ૧ કિલોના સીલ પેકમાં તુવેરદાળ અને ચણાનું વિતરણ કરશે, જેથી ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહે. ગ્રાહક હિત માટે ‘ઝ્રટ્ઠિી ઇટ્ઠંૈહખ્ત’ અને ર્ઝ્રહજેદ્બીિ ઈઙ્ઘેષ્ઠટ્ઠંર્ૈહ ટ્ઠહઙ્ઘ ઇીજીટ્ઠષ્ઠિર ઝ્રીહંિી સાથે સ્ર્ંેં કરી ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ’ અમલમાં આવશે. આ પ્રકલ્પો દ્વારા ગુજરાત જાહેર વિતરણ ક્ષેત્રે ડિજિટલ અને પારદર્શક યુગમાં સત્તાવાર પ્રવેશ કરી રહ્યું છે.

