રાહુલ ગાંધી દ્વારા દિલ્હી AI સમિટ માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ, કોંગ્રેસ દ્વારા તેની મૂળભૂત મુદ્રામાં આ વિરોધ કરવામાં આવેલ. કોંગ્રેસનો આ વિરોધ માત્ર એ આઈ નો નહીં ભારત ના વિકાસ નો પણ વિરોધ કોંગ્રેસ ના રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ. રાહુલ ગાંધી નો આ તબક્કે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા જામનગર શહેર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી ભાવેશ ઠુમ્મર,દંડક કેતન નાખવા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, મહિલા મોરચા અધ્યક્ષ દક્ષાબેન અગ્રાવત, મહામંત્રી અવનીબેન ત્રિવેદી, નિકિતબેન કુંવરીયા દ્વારા રાહુલ ગાંધી હાય હાય ના સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.

