રાજકોટ ઇ-ગુજકોપ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી, રીક્ષા ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ.
રાજકોટ શહેર તા.૪/૩/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરમાં સખત પેટ્રોલીંગ ફરી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા કડક સુચના હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ પેટ્રોલીંગ દરમ્યાન મહેશભાઇ સોલંકી તથા ઇમરાનભાઇ ચુડાસમા તથા ધર્મેન્દ્ર ગઢવી નાઓને સંયુક્ત હકિકત મળેલ કે, એક ઇસમ ચોરી કરેલ રીક્ષા સાથે ટ્રેક્ટર ચોક ભાણજીબાપાના પુલ પાસે ઉભેલ છે. આ શંકાસ્પદ ઓટો રીક્ષા સાથે મળી આવતા ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરી ઇસમ પાસે મળી આવેલ ઓટો રીક્ષા બાબતે ઇ-ગુજકોપમાં વેરીફાઇ કરતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય, ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. વિલાસ રાજુભાઇ સોલંકી ઉ.૨૬ રહે,હરસિધ્ધી પાર્ક શેરીનં.૧ માંડા ડુંગર રાજકોટ. એક બજાજ કંપનીની CNG ઓટો રીક્ષા રજી. નં.GJ-03-AU-3089 કિ.૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


