અમદાવાદ ગ્રામ્ય પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 19 પોલીસ ઈન્સપેક્ટર અને 41 પોલીસ સબ ઈન્સપેક્ટરની કરાયેલી બદલી પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બની છે. મોટાભાગના અધિકારીઓ એક જ સ્થળ પર લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હોય બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રામ્ય પોલીસ સ્ટેશનો અને સર્કલ ઓફિસોમાં હવે નવા અધિકારીઓ ચાર્જ સંભાળશે.

