ગઠિયાઓએ અલગ અલગ ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી રૂપિયા પડાવ્યા
ગાંધીનગરના નિવૃત્ત શિક્ષિકાને ભેજાબાજ ગઠિયાએ CBI અને ટેલિકોમ વિભાગના અધિકારી હોવાનું કહી મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધાકધમકી આપી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને ક્રાઈમ બ્રાન્ચ મુંબઇના નકલી ધરપકડ વોરંટ બતાવીને ૨૮ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા ૯૯ લાખ પડાવી લીધા હતા. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેક્ટર ૮માં રહેતા ૬૫ વર્ષીય નિવૃત્ત શિક્ષિકાના પતિ અને પુત્ર હાલ સિંગાપુર રહે છે. જ્યારે તેમનો નાનો દીકરો અહીં પ્રાઈવેટ કંપની નોકરી કરે છે. નિવૃત્ત શિક્ષિકાને ગત ૧૬ જાન્યુઆરીના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે, તમારા નામે બીજું સિમકાર્ડ લેવામાં આવ્યું છે, જેના દ્વારા લોકોને ધમકીઓ અપાઈ રહી છે. ત્યાર બાદ કોન્ફરન્સ કોલમાં અજય ગુપ્તા નામના વ્યક્તિએ પોતાની ઓળખ ઝ્રમ્ૈં ઓફિસર તરીકે આપી હતી. તેણે નિવૃત્ત શિક્ષિકાને ડરાવ્યા હતા કે, તેમનું બેંક એકાઉન્ટ નરેશ ગોહેલ નામના મની લોન્ડરિંગના આરોપી સાથે જાેડાયેલું છે.
આ સાંભળીને નિવૃત્ત શિક્ષિકા ગભરાઈ ગયા હતા. એટલે ભેજાબાજાેએ તેમને વિશ્વાસમાં લેવા માટે વોટ્સએપ પર સુપ્રીમ કોર્ટનો નકલી ઓર્ડર, ધરપકડ વોરંટ અને ઇન્ટરોગેશન રેકોર્ડના બનાવટી દસ્તાવેજાે મોકલ્યા હતા. બાદમાં બે-બે કલાકે સેફ હોવાનો મેસેજ કરવા મજબૂર કરી એક પ્રકારે ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ દરમિયાન ખાતાની તપાસ કરવાના બહાને ગઠિયાઓએ નિવૃત્ત શિક્ષિકાને તેમના નાણાં અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જેથી નિવૃત્ત શિક્ષિકાએ તા. ૫ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન પોતાના જીમ્ૈં અને પોસ્ટ ઓફિસના ખાતામાંથી કુલ ૯૯ લાખ ઇ્ય્જી દ્વારા ટ્રાન્સફર કર્યા હતા.
આખરે વેરિફિકેશન બાદ પણ નાણાં પરત ન આવતા નિવૃત્ત શિક્ષિકાને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે તેમણે સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર જાણ કરી હતી. ત્યાર બાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

