ચાંગોદરમાં ૮ લાખની છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ, સમાધાન થતાં કેસનો નિકાલ કર્યો
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશને ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સામે ડોયરામાં હાજર ન રહી ૮ લાખની છેતરપિંડી આચરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જાેકે, આ કેસમાં બંને પક્ષે સમાધાન થઈ જતાં સાણંદ કોર્ટ દ્વારા દેવાયત ખવડને નિર્દોષ છોડી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ ભગવતસિંહ ચૌહાણે પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે ૨૦ ફેબ્રુઆરીના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવ્યા હતા. તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને ૮ લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીના ભત્રીજાએ રોકડા ૮ લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા.
પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા નહોતા. આમ દેવાયત ખવડે એક તરફ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ના થઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. વળી ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દેવાયત ખવડ આવવાનો હોવાથી તેમને અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા. તેમ જ સ્ટેજ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. દેવાયત ખવડે ફરિયાદીના ફાર્મ હાઉસ ઉપર સાથે ભોજન પણ લીધું હતું અને પ્રોગ્રામની જગ્યા પણ જાેઈ હતી. પ્રોગ્રામની રાત્રે ૧૧:૩૦ કલાક સુધી દેવાયત ખવડ આવ્યો નહોતો. દેવાયત ખવડ અને તેમનો ઁછ પણ ફોન ઉપાડતો ન હતો. તેઓ બે વાગ્યા સુધી આવ્યા ન હતા. રાત્રે ત્રણ વાગે ફરિયાદી ઉપર દેવાયત ખાવડનો સામેથી ફોન આવ્યો હતો.
બેનરો લાગી ચૂક્યા હોવાથી અને રૂપિયા લઈ લીધા હોવા છતાં દેવાયત ખવડ ન આવવાથી સમાજમાં પોતાની બદનામી થઈ હોવાનું ફરિયાદીએ જણાવી દેવાયત ખવડે ગુસ્સે થઈને તેમને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ આપી હતી.
જેમાં તેમના ડ્રાઇવર પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. આ કેસ સાણંદની કોર્ટમાં ચાલતો હતો. જેમાં ફરિયાદીએ ઉપસ્થિત થઈને સમાધાન થયું હોવાનું જણાવી આગળ કેસ ચલાવવા અનિચ્છા વ્યક્ત કરી હતી. જેથી સાણંદની કોર્ટે આ કેસનો નિકાલ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે આ જ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના શરતોનો ભંગ કરવા બદલ આગોતરા જામીન રદ્દ કરી નાખ્યા હતા. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. તેની ઉપર ૨૩ ફેબ્રુઆરી રોજ સુનવણી યોજાનાર છે.

