પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતા આજે ૮ જાન્યુઆરીના રોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દાણાપીઠ ખાતેની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે ‘હાય રે મેયર હાય હાય, હાય રે ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા હતા. શહેઝાદખાન પઠાણ સહિતના કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો દુષિત પાણીની બોટલો ભરી મેયરને રજૂઆત કરવા પહોંચતાં ઓફિસની બહાર જાળીને તાળા મારી બંધ કરી દેવામાં આવી હતી. વિપક્ષના નેતાઓ, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને પ્રવેશ આપવામાં ન આવતા તમામ લોકો જાળીની બહાર બેઠી ગયાં હતાં.
મેયર પ્રતિભા જૈન આફિસમાં આવે તે પહેલાં ઁજીૈં દ્વારા દુષિત પાણીની બોટલ લેવાનો પ્રયાસ કરતા વિપક્ષ નેતાએ તેઓને ખખડાવ્યાં હતાં. શહેઝાદખાન પઠાણે મેયરના ટેબલ પર ગંદા પાણીની બોટલ મૂકી કહ્યું કે, આ બ્લેક કોફી નથી, પરંતુ કોર્પોરેશન પ્રજાને જે પાણી આપે તે છે. આવું પાણી અમદાવાદની પ્રજા પીવે છે. આ પાણી પીવાથી માત્ર ટાઈફોઈડ-કોલેરા નહીં, પરંતુ મૃત્યુ થઈ શકે છે. જાે કોઈનું મોત થશે તો તમામ જવાબદારી માત્ર મેયર અને તંત્રની રહેશે. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીના કારણે કેટલાક લોકોના મૃત્યુ થયા છે અને ગાંધીનગરમાં પણ ટાઈફોઈડના ૧૦૦થી વધુ કેસો સામે આવ્યા છે અને એક બાળકનું શંકાસ્પદ મોત પણ થયું છે. ત્યારે અમદાવાદમાં પણ આવી ઘટના ન બને તે માટે વિપક્ષે મેયરને આવેદનપત્ર પાઠવ્યું છે.
આ મામલે મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, અમદાવાદના શહેરીજનોને પાણી અને ડ્રેનેજની સુવિધા આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ અને ઝોન લેવલેથી વોટર અને ડ્રેનેજના મેન્ટેન્સની કામગીરી કરવામાં આવે છે. પાણીમાં નિયમિત ક્લોરોનેશન કરવામાં આવે છે. નાની-મોટી પ્રદૂષિત પાણીની સમસ્યાનો ઝોન-વોર્ડ લેવલે કામગીરી કરવામાં આવે છે. અત્યારે કોઈ રોગચાળાની સ્થિતિ ઊભી થઈ નથી. જાે કોઈ સ્થિતિ ઊભી થાય તો તેનું ત્વરિત નિકાલ કરવામાં આવે છે.
વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે મેયરને આવેદનપત્ર આપ્યા બાદ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી અમદાવાદમાં પ્રજાને ભાજપ અને કોર્પોરેશન પ્રદૂષિત પાણી પીવડાવી રહ્યાં છે. અનેક વિસ્તારમાં આવું પાણી આવે છે અને આયોજનોમાં વ્યસ્ત છે. ભાજપે પ્રજાને આવા પાણી પીવા છોડી દીધી છે. મેયરને રજૂઆત કરી છે કે, પ્રજાને શુદ્ધ પાણી આપવામાં આવે. અમદાવાદ બીમાર પડી રહી રહ્યું છે. જાે અધિકારીઓ આવી રીતે વ્યસ્ત રહેશે તો અમદાવાદની સ્થિતિ ઇન્દોર અને ગાંધીનગર જેવી થશે.
અમદાવાદના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા મેયર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ડિસેમ્બરમાં ૫૫૦માં પાણીજન્ય રોગો નોંધાયા છે. ૨૦૨૫માં ૧૪,૦૦૦ કેસો નોંધાયા છે. મેયર ઓફિસમાં પ્રદૂષિત પાણી લાવવામાં આવ્યું હતું, જેથી કારંજ પોલીસ સ્ટેશનના ઁજીૈં દ્વારા દરિયાપુરના કોંગ્રેસના કોર્પોરેટર પાસેથી લેવાનો પ્રયાસ કરતા ખખડાવ્યા હતાં. કોંગ્રેસ દ્વારા મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાની છે, પરંતુ મેયર હજી સુધી દાણાપીઠ ઓફિસે આવ્યા નથી, જેથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ બહાર રાહ જાેઈને બેસી રહ્યા છે.

