મ્યુનિ. સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા રેસિડન્ટ ડોક્ટરો માટે ડ્યુટીના કલાકો નક્કી કરાયા છે. હવે કોઈ પણ રેસિડન્ટ ડોક્ટર પાસેથી સતત ૧૨ કલાકથી વધુ ડ્યુટી લેવામાં નહીં આવે, તેમજ સપ્તાહમાં કુલ ૪૮ કલાકથી વધુ કામ પણ નહીં લેવાય. લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરો તરફથી વધતા કાર્યભાર અને માનસિક દબાણ અંગે મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને કોલેજ પ્રશાસને આ પરિપત્ર જાહેર કર્યો છે.
મેડિકલ ક્ષેત્રમાં રેસિડન્ટ ડોક્ટરો ઘણી વખત ૧૫ કલાકથી વધુ સમય સુધી સતત ફરજ બજાવતા હોય છે, જેના કારણે થાક અને તણાવની ફરિયાદો ઉઠતી હતી. કોલેજના ડીન ડો. ચૈરીશા શાહના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક નિર્દેશોને આધારે આ ર્નિણય લેવાયો છે. ઇમરજન્સી કે જટિલ ઓપરેશન્સ દરમિયાન ડ્યુટી એડજસ્ટ કરીને શિક્ષણ અને સારવાર વચ્ચે સંતુલન જાળવાશે.
લાંબી સર્જરીમાં સિનિયર જવાબદારી સંભાળશે
પૂરતા ડોક્ટરોની હાજરી માટે શિફ્ટ રોસ્ટર બનશે અને સારવારની સાતત્યતા માટે પદ્ધતિસરનું હેન્ડ-ઓવર કરાશે.
લાંબી સર્જરીમાં સીનિયર ડોક્ટરો જવાબદારી સંભાળશે.
પોર્ટ અને ડોક્યુમેન્ટેશન માટે ડેટા ઓપરેટર્સની મદદ લેવાશે, જેથી રેસિડન્ટ્સ પૂરો સમય દર્દીઓની સારવારમાં આપી શકે.

