Gujarat

માધવપુરમાં શ્રીકૃષ્ણ-રુકમણી વિવાહ ઉત્સવ સંપન્ન

પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીનો પાંચ દિવસીય વિવાહ ઉત્સવ ધામધૂમથી સંપન્ન થયો છે. આ ઉત્સવ સાથે એક ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે ૨૭ માર્ચથી 31 માર્ચ સુધી ચાલ્યો હતો.

ભગવાનના લગ્ન ઉત્સવ અને મેળાના આયોજનમાં ગુજરાત રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાંથી અનેક સાંસ્કૃતિક કલાકારોએ ભાગ લીધો હતો. આ કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કરીને ઉત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

૩૧ માર્ચના રોજ ભગવાન શ્રીકૃષ્ણ રુકમણી સાથે પરણીને પોતાના નિજ મંદિરમાં પધાર્યા હતા. આ સમયે માધવપુરની ગલીઓ અબીલ-ગુલાલથી રંગાઈ ગઈ હતી અને ભક્તિમય વાતાવરણ છવાયું હતું.