Gujarat

બહેનના પ્રેમીને પગમાં ગોળી મારી

અમદાવાદના સોલામાં પ્રેમ પ્રકરણમાં યુવકે ફાયરિંગ કર્યું છે. યુવકની કાકાની દીકરી સાથે પાટણના યુવાનને પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખીને પાટણના યુવકને પગમાં ગોળી ધરબી દીધી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સોલા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત અનુસાર, અમદાવાદ સોલા વિસ્તારમાં આવેલા ઉગતી બંગલો ચાર રસ્તા પાસે મોન્ટુ દેસાઈ નામના યુવકે પાટણના યુવક પર ફાયરિંગ કર્યું છે. મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતે અગાઉ ઝઘડો થયો હતો અને સમાધાન પણ થયું હતું.

જાેકે મોન્ટુ દેસાઈને તે બાબતનો રોષ આજે ૧૫ ફેબ્રુઆરીએ મોન્ટુ અને યુવક બંને અમદાવાદમાં હતાં. ચાણક્યપુરી ખાતે ભેગા પણ થયા હતા. આ દરમિયાન બોલાચાલી થઈ ત્યારે મોન્ટુએ તેના પાસેની રિવોલ્વર વડે યુવકના પગમાં ગોળી મારી હતી.