વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આયોજિત 52મા યુવા મહોત્સવ – વિજયશ્રી સમારોહ દરમિયાન સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
યુવા મહોત્સવમાં સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ૫૧મા રાણી અહિલ્યાદેવી યુવા મહોત્સવ દરમિયાન, સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ માઇમ સ્પર્ધામાં યુનિવર્સિટી લેવલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત, ગરબા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
સમાજશાસ્ત્ર વિભાગના એમ.એમ.ડબ્લ્યુ. પ્રોગ્રામની એક વિદ્યાર્થીનીએ 51મા યુવા મહોત્સવમાં ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી વિભાગનું નામ રોશન કર્યું હતું. તેવી જ રીતે, ૫૨મા રાણી અબ્બક્કા દેવી યુવા મહોત્સવમાં પણ આ જ અભ્યાસક્રમની વિદ્યાર્થીનીએ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી હતી.
આ સમગ્ર સિદ્ધિ પાછળ વિભાગના અધ્યક્ષ ડૉ. એમ. એન. ગાયકવાડનું માર્ગદર્શન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. વિભાગના અધ્યાપકો ડૉ. અરુણ પંડ્યા, ડૉ. મોસમ ત્રિવેદી, ડૉ. જીતેન્દ્ર વસાવા, ડૉ. દીક્ષિતા પટેલ, ડૉ. ગોવિંદ બારૈયા તેમજ પ્રા. પરેશ સાલવે દ્વારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન, સલાહ અને પ્રોત્સાહન મળ્યું હતું.

