Gujarat

ધારાસભ્યશ્રી મહેશ કસવાલા અને એસ.પી. શ્રી સંજય ખરાત ની વિશેષ ઉપસ્થિતિ

“સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો” સાવરકુંડલામાં સાયકલોથોન

ત્રણ કિલોમીટરની સ્પર્ધામાં પાંચ કેટેગરીમાં આવેલ પ્રથમ ત્રણ વિજેતાઓને સન્માનિત કરાયા

સાવરકુંડલા શહેરમાં ભવ્ય સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે ૧૦૦૦થી વધુ સાયકલ સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારે મહુવા રોડ ઉપર સાયકલ સવારો ઉમટી પડતા શહેરમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો.

આ સાયકલોથોનમાં કુલ ૫ કેટેગરીમાં ત્રણ કિલોમીટરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ સાયકલોથોનનું આયોજન કેતનભાઈ ખુમાણ અને તેમની ટીમ દ્વારા સતત છેલ્લા ૧૨ વર્ષથી નિયમિત રીતે કરવામાં આવી રહ્યું છે, જે આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રશંસનીય પહેલ છે.

કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા તેમજ અમરેલી જિલ્લાના પોલીસ વડા એસ.પી. શ્રી સંજય ખરાત ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ સાયકલિંગને દૈનિક જીવનનો ભાગ બનાવવાની અપીલ કરી હતી.

આ સાયકલોથોન દ્વારા સ્વસ્થ જીવનશૈલી, ફિટનેસ અને સ્વચ્છ પર્યાવરણ અંગે જનજાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચ્યો હતો

આ સાયકલોથોનમાં નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી,ઉપ્રમુખશ્રી પ્રતિકભાઈ નાકરાણી, શહેર ભાજપ પ્રમુખશ્રી અનિરુધસિંહ રાઠોડ, મહામંત્રીશ્રી રાજેશભાઈ નાગ્રેચા,મોહિતભાઈ સુદાણી,એ.પી.એમ.સી.ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યા,પૂર્વ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ,નગરપાલિકા ચીફઓફિસરશ્રી,પોલીસ ઈન્સપેકટરશ્રી સી.ટી પોલીસ સહીત શહેર ભાજપ સંગઠન,નાગરિકો ઉપસ્થિત રહ્યા.