Gujarat

જામનગરમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ

જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નિર્દેશ હેઠળ એક વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 28 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલી આ ડ્રાઇવ દરમિયાન 831 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ડ્રાઇવમાં મોટર વાહન અધિનિયમ (M.V. Act) કલમ-207 હેઠળ 27 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા 12 શખ્સો સામે કલમ-185 હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.

કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા કુલ 123 કેસ કરવામાં આવ્યા હતા. મોટર વાહન અધિનિયમ હેઠળ 79 કેસમાં કુલ 68,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, હથિયારબંધીના જાહેરનામા ભંગના 5 કેસ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ પણ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક (લાલપુર વિભાગ), નાયબ પોલીસ અધિક્ષક (શહેર/ગ્રામ્ય), એલ.સી.બી., એસ.ઓ.જી., ટ્રાફિક શાખા તેમજ તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ. સહિતનો સ્ટાફ જોડાયો હતો.