Gujarat

જન્મજાત અન્નનળીની ગંભીર ખામીથી પીડાતી દ્વિજાને આખરે મળી જીવનની સૌથી મીઠી ક્ષણ

ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરીથી ૫ વર્ષની દ્વિજા એ પ્રથમ વખત મોંથી ભોજન લીધું

સિવિલ હોસ્પિટલ ના પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના ડોક્ટરો દ્વારા ખેડાની પાંચ વર્ષની દ્વિજા ઉપર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી સફળતાપુર્વક કરી છે.

વર્ષ ૨૦૨૫ માં સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા આવી ત્રણ ગેસ્ટ્રીક સર્જરી કરી ૩ બાળકોના જીવનમાં સ્વાદ ભરવામાં આવ્યો છે.

જન્મ થી પાંચ વર્ષ સુધી ટ્યૂબ વડે બહારથી થોડા થોડા સમયે ખોરાક આપવો અને બાળક નું પોષણ ટકાવી રાખવું એ માતા પિતા માટે અગ્નિ પરીક્ષા સમાન હતું.

અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરીમાં હોજરીને ખેંચી તેમાંથી અન્નનળી બનાવવામાં આવે છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં અગાઉ પણ આ પ્રકારની ખામી ધરાવતા બાળકો ઉપર સફળ સર્જરી કરી તેમને મોં વાટે ફરીથી ખોરાક લેતા કર્યા છે.

જન્મથી પાંચ વર્ષ સુધી ટ્યૂબ વડે બહારથી ભોજન લેવા મજબૂર દ્વિજાને પહેલી વાર મોંઢેથી ખોરાક લેતાં જાેઈને તેના માતા પિતાની આંખમાં હરખનાં આંસુઓ આવી ગયા હતા તેમણે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

ઈસોફેજીયલ એટ્રેશિયા એ ૪૦૦૦ બાળકોમાં એકમાં જાેવા મળતી દુર્લભ જન્મજાત ખામી છે.

આ વિશે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જાેષી એ જણાવ્યુ હતુ કે ખેડા ના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા વૈભવ મહેતા અને કોકિલા બેનની દીકરી દ્વિજાને જન્મ થી અન્નનળી બનેલી જ નહતી એટલે એ સમય તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જ ઓપરેશન કરી ગળા માં કાણું કર્યું જ્યાં થી લાળ બહાર આવે અને હોજરી માં ટ્યૂબ મૂકી જેથી ખાવાનું આપી શકાય

શરીરમાં લોહીની ખામી, શરદી, કફ વગેરે તકલીફો ના કારણે દ્વિજાને ગેસ્ટ્રીક પૂલ અપ સર્જરી કરવામાં પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો હતો આખરે જન્મ ના પાંચ વર્ષ પછી માતા પિતા ની અથાક મહેનત ના પરિણામે દ્વિજા નું વજન તેમજ લોહીના ટકામાં સુધારો થતા સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો દ્વારા તેની ગેસ્ટ્રીક પૂલ અપ સર્જરી કરવા નું નક્કી કરવામાં આવ્યું હતું.

દ્વિજાની આ સર્જરી માટે પિતા વૈભવભાઈએ પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ કરતા આશરે ચારથી પાંચ લાખ લાખ રૂપિયા નો ખર્ચો જણાવવા માં આવ્યો હતો પરંતુ આટલો ખર્ચો પરવડે તેમ ન હોવાથી તેમજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રકારના ઘણા દર્દીઓની સફળ સારવાર થઈ હોવાનું માલુમ પડતા તેઓએ દ્વિજા ની ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જ કરાવવાનું નક્કી કર્યું

તા. ૧૭.૧૨.૨૫ ના રોજ ડૉ. રાકેશ જાેશી પ્રોફેસર પીડિયાટ્રિક સર્જરી , ડોક્ટર જયશ્રી રામજી પ્રોફેસર પીડીયાટ્રીક સર્જરી અને ડો. સીમા પ્રોફેસર એનેસ્થેસિયા વિભાગ તથા ઙ્ઘિ. મૃણાલિની અને ઙ્ઘિ. કિંજલ ની ડોક્ટરોની ટીમ દ્વારા પાંચ વર્ષની દ્વિજાની સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સફળતાપુર્વક કરવામાં આવી.

સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ પીરીયડ કોઈ પણ તકલીફ વગર નો રહેતા દ્વિજા એ પાંચ વર્ષે પહેલીવાર મોઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું હતું. બાળક ની સ્થિતી સામાન્ય અને સંતોષકારક થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે તેમ ડો. જાેષી એ જણાવ્યુ હતુ.