સુરત એરપોર્ટ પર બેંગ્કોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે એક સંયુુક્ત ઓપરેશનમાં રૂપિયા આઠ કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. આ ગાંજો દિલ્હી સપ્યાલ થવાનો હતો. બેંગ્કોકથી આવેલી આ વીકની બે ફલાઇટમાં આ ગાંજો મળ્યો છે. પહેલા દિવસે ફ્લાઇટમાં છ કિલો તો બીજા દિવસે બે કિલો ગાંજો મળ્યો હતો. આઠ કિલો ગાંજાની બજાર કિંમત રૂપિયા નવ કરોડ છે.
સમગ્ર કાંડમાં સ્મગલરોની નવી જ મોડસ ઓપરેન્ડી જોવા મળી છે. ખાસ કરીને ઇમરાન હાશ્મીની ‘તસ્કરી’ વેબ સિરિઝમાં બતાવેલી સ્ટાઇલ સ્મગલરોએ અપનાવી છે. બંને કેસમાં ગાંજો વિમાનમાં જ સીટ નીચે અને સીટની પાછળ છોડી દેવામાં આવ્યો હતો. તમામ મુસાફરો ઉતરી ગયા બાદ ફ્લાઇટ દિલ્હી જનાર હતી અને ત્યાથી સંતાડેલા ગાંજાની ડિલિવરી અજાણ્યા શખ્શો લેનાર હતા.

