ફરીવાર સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં, ડિંડોલી વિસ્તારમાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલિંગ કરતો હતો. રેલવે પોલીસની મદદથી ડિંડોલી પોલીસે ચાલતી ટ્રેનમાંથી સગીરાને મુક્ત કરાવી હતી. દુષ્કર્મની ઘટનાને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા ઉધનામાં ધાગા કટિંગ કરવાનું કરતી હતી. આ જગ્યાએ તેની સાથે કામ કરતાં રફીક નામના શખસે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું.
ગત ૨૨ જાન્યુઆરીના રોજ રફીક સગીરાને બ્લેકમેલિંગ કરીને ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતાં બંને ઉત્તર પ્રદેશ તરફ ટ્રેનમાં જતાં હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ડિંડોલી પોલીસે રેલવે પોલીસની મદદથી સગીરાને ઝાંસીથી પકડી પાડી હતી. જાેકે, આરોપી ફરાર થઈ ગયો હતો.

