Gujarat

સુરેન્દ્રનગર SOGએ એક શખ્સને ઝડપ્યો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

સુરેન્દ્રનગર SOGએ સોશિયલ મીડિયા પર હથિયાર પ્રદર્શન કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

SOG સ્ટાફના PC સાહિલભાઈ મહંમદભાઈને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે પ્રદર્શન કરતા ઇસમની તપાસ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ વણોલ હિમાલયભાઈ ભરતભાઈ (ઉંમર 25, ધંધો ખેતી, રહે. કઠાડા, તા. દસાડા, જિ. સુરેન્દ્રનગર) જણાવ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે તેણે આશરે સાત વર્ષ પહેલાં હથિયાર સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા.

હથિયાર અંગેની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે આ હથિયાર મોહનભાઈ ભવાનભાઈ વણોલ (રહે. કઠાડા, તા. દસાડા, જિ. સુરેન્દ્રનગર)નું હતું. આ બંને ઇસમો વિરુદ્ધ દસાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ, 29(બી) અને 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.