Gujarat

ભીડનો લાભ લઈ ગઠિયાએ વકીલનો મોબાઈલ સેરવી લીધો

એસ.પી.રીંગ પર આવેલી હોટલ હિલ્લોક પાસે ડિવાઈડર કટ બંધ કરી દેવા મામલે એકત્રિત થયેલા ટોળામાં ચોર પણ ઘુસી આવ્યા હતા.લોકોનું ટોળુ જોઈને આવેલા એક વકીલના ખીસામાંથી ગઠીયાએ મોબાઈલ ચોરી લીધો હતો.વકીલે આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મામલો જાણવા ગયેલા વકીલના ખિસ્સામાંથી મોબાઈલની ચોરી ઝુંડાલ ખાતે આવેલા તુલસી સ્ટેટસમાં રહેતા જસ્મીન દવેએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ કરી છે. જસ્મીન દવે સંયુક્ત પરિવારમાં રહે છે અને ધોળકા મામલતદાર કચેરીમાં વકીલ તરીકે ફરજ બજાવે છે. 26 દિવસ પહેલા જસ્મીન દવેએ મોબાઈલ ખરીદયો હતો જે ચોરી થઈ ગયો છે. 21 ફેબ્રુઆરીએ જસ્મીન દવે ઘરે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા ત્યારે હિલ્લોક હોટલ પાસે કેટલુક ટોળુ ઉભુ હતું અને રસ્તો બંધ કરી દીધો હતો. જસ્મીન દવેએ ભીડમાં એન્ટ્રી મારી હતી અને બબાલ શું થઈ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

વકીલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દરમિયાનમાં જસ્મીન દવેના ખીસામાંથી કોઈએ મોબાઈલ ફોન ચોરી લીધો હતો. જસ્મીન દવે ટોળાની બહાર આવ્યા ત્યારે તેમનો મોબાઈલ ફોન ગાયબ હતો જેથી તેમને શોધવાનો પ્રયાસ કર્યો હતો.

રાહદારીનો મોબાઈલ લઈને જસ્મીને તેમના મોબાઈલ પર રિંગ મારી હતી પરંતુ કોઈ ફોન ઉપાડ્યો નહી અને ત્યારબાદ એકા એક ફોન સ્વીચઓફ થઈ ગયો હતો.ટોળામાં ચોર ઘુસ્યો હતો અને જસ્મીન દવેના ખીસામાંથી મોબાઈલ ફોનની ચોરી કરીને જતો રહ્યો હતો. જસ્મીન દવેએ આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.