Gujarat

જોગવડ સીમમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મેઘપર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મૃતદેહ અંગે એક બનાવ નોંધવામાં આવ્યો છે. જોગવડ ગામની સીમમાં આવેલી જામ ધર્માદા ટ્રસ્ટની પડતર જમીન પરથી એક અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટના 1 માર્ચ, 2026ના રોજ સાંજે 4 વાગ્યા પહેલાં કોઈ પણ સમયે બની હોવાનું મનાય છે. અવાવરુ જગ્યામાં ઝાડી-ઝાખરમાંથી આ મૃતદેહ મળ્યો હતો.

મેઘપર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આજદિન સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. મરણ પામનાર પુરુષની ઉંમર આશરે 35 થી 45 વર્ષની હોવાનું અનુમાન છે.

મૃતકના શરીર પર કોફી કલરનું આખી બાયનું શર્ટ, કાળા રંગનું પેન્ટ, અને કાળા રંગનું જેકેટ પહેરેલું હતું.મેઘપર પોલીસ દ્વારા મૃતકના ફોટોગ્રાફ અને વર્ણનના આધારે તેના વાલી-વારસ અથવા ઓળખ ધરાવતા વ્યક્તિઓને શોધવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. આ અંગે કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.