Gujarat

દેવભૂમિના ભાટીયામાં ધૂળેટી પર્વે સુવિખ્યાત મલ્લ કુસ્તી મેળો યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામે દર વર્ષે ધૂળેટીના દિવસે પરંપરાગત મલ્લ કુસ્તી મેળો યોજાયો હતો.દેવભૂમિમાં આ પરંપરાગત મેળો શ્રાવણી અમાસના પિંડારા તથા ધુળેટીના ભાટીયામાં યોજવામાં આવે છે. જુના સમયથી યુવા ધનનું બળ કૌશલ્ય માપવા તથા શરીર સોંષ્ઠવ પ્રત્યે જાગૃકતા લાવવા માટે આવા મેળા યોજવામાં આવતા હતા.જે પરંપરા હજુય સચવાયેલી રહી છે.

ભાટિયા માં દર વર્ષે હોળી બાદ ધુળેટીના યોજાતા આ મેળા માટે ભાટિયા ગ્રામપંચાયત અગાઉ થી પ્રચાર પ્રસાર કરે છે અને ત્યાંની સ્થાનિક વ્યવસ્થાઓ જેવી કે સુયોગ્ય મેદાન, વિવિધ સ્ટોલ સાથે પાણી વગેરે માટે ગ્રામપંચાયત દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. આ મેળો માણવા માટે ભાટીયા ઉપરાંત આજુબાજુના પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.

આ મેળા માટે સ્થાનિક અગ્રણીઓની નિર્ણાયક તરીકે નિયુકિત કરવામાં આવે છ. જે બાદ ગામેગામથી આવેલા યુવાનો નિયત પોશાકમાં સજજ થઇ મેદાનમાં ઉતરે છે.જેને હરીફ યુવાન પડકાર ફેંકે,એ સાથે જ બંને વચ્ચે કુસ્તીનો જંગ શરૂ થાય છે.

ગામઠી ભાષા માં તેને બાથ કહેવામાં આવે છે. બને બાથ લે છે અને નીચે પડી હાર સ્વીકારેલ યુવાન હાર્યો ગણાય અને બસ થોડી મિનિટોમાં એક બાથ લેવાઈ જતી હોય ત્યારબાદ આવીજ રીતે અનેક યુવાનો બાથ ભીડે અને હાર જીત ચાલ્યા કરે. જે સાથે બપોરના 12:30 પછી મેળો પૂર્ણ થાય છે. મેળાને માણવા આવેલા દર્શકો પણ જે યુવાન જીતે અથવા સારી રીતે કુશતી કારે તેને શિરપાવ બક્ષિસ આપે છે.