હિતેશ રાવતની તબિયત લથડતા સિવિલમાં ખસેડાયા હતા, સારવાર દરમિયાન મોત નીપજ્યું
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરજ બજાવતા જાેઈન્ટ ડાયરેક્ટર હિતેશ રાવતને અચાનક હાર્ટ એટેક આવતા હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ તેઓ ચાલુ ફરજ દરમિયાન અચાનક અસ્વસ્થ થઈ ગયા હતા, જેના પગલે તાત્કાલિક તબીબી સારવાર માટે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે, સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.

