Gujarat

૪૯૫ કિલો હેરોઈન હેરાફેરીના આરોપી રફીક સુમરાને હાઈકોર્ટે જામીન આપ્યા

ગુજરાત હાઇકોર્ટમાં NIAએ નોંધેલા NDPS કેસમાં આરોપી રફિક સુમરાએ જામીન અરજી દાખલ કરી હતી. જેને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે. ગુજરાત ATS એ વર્ષ ૨૦૧૮માં સલાયા બંદર ખાતેથી ૪૯૫ કિલો હેરોઇનની હેરાફેરી ઝડપી પાડી હતી. જેની તપાસ દ્ગૈંછને સોંપવામાં આવી હતી.

૧૮૦ સાહેદોમાંથી અત્યાર સુધીમાં ૪૬ સાહેદ તપાસાયા

અરજદાર વતી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, આરોપી ઓગસ્ટ, ૨૦૧૮થી કસ્ટડીમાં છે. આમ તેણે ૭ વર્ષ કરતા વધારે સમય જેલમાં વિતાવ્યો છે. ૧૮૦ સાહેદોમાંથી અત્યાર સુધીમાં ૪૬ સાહેદ તપાસાયા છે, જ્યારે ૧૩૪ની તપાસ બાકી છે. આમ ટ્રાયલમાં વિલંબ થઈ શકે તેમ છે. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હેરોઇન ઝડપાયું હતું. આ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ છે. આરોપીઓ ગુજરાતથી પંજાબ ખાતે ડ્રગ્સ લઈ જતા હતા. જેમાં આરોપીના ગોડાઉનનો ડ્રગ્સ સંગ્રહ માટે ઉપયોગ કરાતો હતો.

આરોપીઓ પાકિસ્તાનથી ડ્રગ્સ લાવી પંજાબ મોકલતા હતા

આ કેસમાં જાણવા મળ્યા મુજબ મુખ્ય આરોપી પાકિસ્તાનના ભાઇજાન અને નબી બક્ષ છે. આરોપીઓ પાકિસ્તાનથી ડ્રગ્સ લાવી પંજાબ મોકલતા હતા. ડ્રગ્સ પાકિસ્તાનથી કચ્છના સલાયા બંદર આવતું હતું. દુબઈના અર્શદ રઝાકના નિર્દેશથી શાહિદ અને રફીક સુમરાએ ૪૯૫ કિલો ડ્રગ્સ અલગ અલગ સહ આરોપીઓને આપવાનું હતું અને પંજાબમાં આ ડ્રગ્સ મોકલવાનું હતું. ત્યાં આરોપી સીમરનજીત સંધુ તેનું હેન્ડલિંગ કરતો હતો. આરોપી આંગડિયા મારફતે રૂપિયા મેળવતો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ મુજબ આરોપીને જામીન આપવામાં આવ્યા

જ્યાં ડ્રગ્સ રાખવામાં આવતું તે જગ્યાએથી મળેલા મટીરિયલનો હ્લજીન્ રીપોર્ટ કરવામાં આવ્યો હતો. ૨૯૫ કિલો ડ્રગ્સ સાથે ગાડી ઝડપાઈ હતી તેનો રીપોર્ટ રજૂ કરાયો હતો. ઊંઝા છઁસ્ઝ્રથી ડ્રગ્સ પંજાબના અમૃતસર લઈ જવાતું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી ૭ વર્ષ કરતા વધુ સમયથી જેલમાં છે, મોટાભાગના સાહેદોને તપાસવાના બાકી છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાઓ મુજબ આરોપીને જામીન આપવામાં આવ્યા હતા.