Gujarat

વિદેશી દારૂની હેરાફેરી પર પોલીસે પાણી ફેરવ્યું

માણસા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ૨૩૮ બોટલો ભરેલી કાર ઝડપી પાડી, ફરાર બૂટલેગરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

માણસા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિજાપુર ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી ફિલ્મી ઢબે પીછો કરી રૂ.૧.૧૩ લાખથી વધુની કિંમતના દારૂની ૨૩૮ બોટલોના જથ્થા સાથે કારને ઝડપી લઇ કુલ રૂ.૩.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માણસામાં વિદેશી દારૂનો જથ્થો આવતો હોવાની બાતમી મળી

માણસા પોલીસ મથકની હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા ઁૈં રાકેશ ડામોરની ટીમ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, એક ગ્રે કલરની શેવરોલે સીડાન ગાડી વિજાપુર તરફથી માણસામાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહી છે.

પોલીસે ફિલ્મી ઢબે બૂટલેગરનો પીછો કરી દારૂ ભરેલી કાર પકડી પાડી

આ બાતમીના આધારે પોલીસે વિજાપુર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે કાગડોળે રાહ જાેયા પછી બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે માણસા શહેર તરફ ભગાવી દીધી હતી. જેના પગલે પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો શરૂ કર્યો હતો.

વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પોલીસથી બચવા માટે ચાલકે ગાડી માલણવાસ થઈ પાંજળાપોળ ચોક તરફ દોડાવી હતી. જાેકે પાંજળાપોળ ચોક નજીક પહોંચતા જ અંધારાનો લાભ લઈને ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ ચાલકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ગાડીની તપાસ દરમિયાન ગાડીનો આગળનો બમ્પર તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં ગાડીની તલાશી લેતા તેમાંથી ૧.૩૦ લાખથી વધુની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨૩૮ બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે ગાડી સહિત કુલ ૩,૧૩,૪૫૦નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.