Gujarat

ચોરીના કોપર વાયર સાથે ત્રણ ઝડપાયા

વાલિયા પોલીસે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરીના આરોપસર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ચોરી કરેલા વાયરનું વેચાણ કરવા જઈ રહ્યા હતા.

પોલીસને બાતમી મળી હતી કે નંબર પ્લેટ વિનાની એક્ટિવા પર ત્રણ ઇસમો તુણા ગામથી વાલિયા તરફ કોપર વાયરનો જથ્થો ભરીને આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ભુજીયાવડ પાસે રોડ પર વોચ ગોઠવી હતી.

બાતમી મુજબની એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી હતી. વાહનની ડિકીની તપાસ કરતા તેમાંથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹5,000થી વધુનો કોપર વાયરનો જથ્થો અને એક્ટિવા મળી કુલ ₹1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.