કેન્સરની અવેરનેસ વધારવા 4 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવાય છે. મોટાભાગના લોકો માને છે કે, મોઢાનું કેન્સર માત્ર તમાકુથી જ થાય છે. મોઢાનું કેન્સર થવા પાછળ 25થી 30 ટકા કેસમાં સાદી કે સેન્ટેડ સોપારી, વાંકાચુકા દાત, ડહાપણની દાઢ અને હ્યુમન પેપીલોમા(એચપીવી) વાયરસથી થતાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન અને એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના ડાયરેકટર ડો. કૌસ્તુભ પટેલે કહ્યું કે, મોઢાના કેન્સરના 100માંથી 70થી 75 ટકા કેસ તમાકુને કારણે થાય છે. પરંતુ, ઘણાં ઓછા લોકો જાણે છે કે, વાંકાચુકા દાંત, ડહાપણની દાઢથી મોંઢામાં થતાં ઘા અને કટ અને ઓરલ સેક્સથી હ્યુમન પેપીલોમા(એચવીપી) વાયરસના ચેપને કારણે પણ મોઢાના કેન્સરના 25થી 30 ટકા કેસ નોંધાય છે. .
લક્ષણો : ગળામાં દુ:ખાવો, અવાજ બદલાઈ જાય છે ખોરાક ઉતારવા- થૂંક ઉતારવામાં તકલીફ પડે, ગળામાં દુખાવો, અવાજ બદલાઇ જાય, પણ ગળાનું ઇન્ફેક્શન માની લોકો ગંભીરતાથી લેતા નથી. પરંતુ, તકલીફમાં 20 દિવસમાં ફેર ન પડે તો તપાસ કરાવીને બાયોપ્સી ઉપરાંત ખાસ પ્રકારના ટેસ્ટથી નિદાન થઇ શકે છે.

